1490075910277

Advertisements

ચિત્ર  —  Posted: માર્ચ 21, 2017 in અવર્ગીકૃત

ગાભાવાલા સ્નેહમિલન સમારોહ ૨૦૧૭

Posted: જાન્યુઆરી 5, 2017 in અવર્ગીકૃત

પરીસ્થીતિ એવી સરે છે  કે .. નજર થી નજર ટળે છે…

ચમકી ઉઠે છે ગાઢ અંધકાર માં એક તિખારો

જયારે તેમને પરિવાર ની ઓળખ મળે છે….

 

મુલાકાત આપની એવી થઇ જાય છે. . જેમ સ્વપ્ન દેખાઈ ને ઓઝલ થઇ જાય છે

પુષ્પ વૃષ્ટિ કરીને સ્વાગત કરીએ છીએ આપનું . જ્યાં  પુષ્પોની  સોડમ શબ્દ થઇ જાય છે .

 

Each family has its own chemistry ..  which  defines  its dynasty

They will keep everything in their mind..  and  solve that with honesty

 

There wont b  pride if there isn’t nething right,

To get the echo of your voice ,  you need to touch a new hight

 

“મીલ્નેવાલે હરદમ નહિ મિલા કરતે , પલતે હૈ જીન છાવો મેં વો ફના નહિ કરતે

ફેલા હે ઉજાલા ઇન રહો મેં જીન રાહબરો સે , વો અક્સર હંમે રાહ દિખાયા નહિ કરતે “

 

શું છે આ આત્મીયતા ??

બળબળતા ઉનાળા માં  ..અચાનક આવતી વરસાદી માટી ની સુગંધ ,  પાનખર ના સમયમાં અચાનક વિકસી આવતી વસંત .. અને .. પરાયા ની વચ્ચે પણ અચાનક બંધાઈ જતા સંબંધ .એનું નામ આત્મીયતા ..  બહુધા આત્મીયતા માં વ્યક્તિ ભીંજાઈ જાય,  અચાનક લાગણી સ્ફુરે અને બોલી જવાય ..

“આત્મીયતા ના મેળે ક્યાં મુલાકાત હોય છે

બળબળતા બપોરે માટીની સુવાસ હોય છે

પાનખર માં નીખરી આવે છે જયારે કોઈ વસંત

અચાનક વિકસેલા સંબંધોનો તે  શ્વાસ હોય છે”

 

“શબ્દોને  જે સજાવે છે , ફૂલોને  જે મહેકાવે છે

સ્વાગત ના આપના પરોણે  ઊર્મિને જે બહેકાવે છે

આકર્ષે છે આગમનની કેડીએ  પ્રસરતી આપની મહેક

લાગણીને વાચા આપી સમય ને તે  થોભાવે છે. “

 

सोची हुई कोई बात कभी याद नहीं होती,  यादो को ज़ुज्लानेसे मुलाकात नहीं होती

ज़ुजलती हुई इन यादो से निकलकर कोई एसा काम करलो ,

क्युकी यादोमे मिलने की कोई फ़रियाद नहीं होती

 

 

“Urging the GOD is  worship, committing a friend is friendship

And affirmation for community service with ur friends is  fellowship .. “

 

“વાતનો એટલો તો વ્યાપ છે  … કે મિલનનો આનંદ અમાપ છે

હરકોઈનો મેળાપ છે ,પણ   વિદાય નો પરીતાપ છે

ઢળી જાય છે નયનો અમારા નજર મિલાવતા ,

આ તો આભાર ની લાગણીનો અંદાજ છે … “

 

 

“મળતી કદીક જેની આંખોથી અમારી  આંખ   …

 ખબર નહિ કેમ ગુજરી જતી એ રણઝણતી રાત …

યાદ આવ્યો જયારે પીયુ નો એ મધુરો સાથ ..

જીવન આખું લુટાવી દીધું અમે બસ, આટલી નાની અમથી  વાત ….!”

 ” સ્નેહ ની સરવાણીથી શરૂઆત જેની થાય છે ,

મન જેનું  હમેશા ચંચળતામાં સમાય છે ,

 સ્વપ્નો સાથે હોય છે જેને  ઉડાનની પાંખો … 

વહાલના એ દરિયાને દીકરી કહેવાય છે “

 

 

“कभी सुबह कभी शाम ढलती है,  इन बाहोमे जीने की चाह पलती है ,

युही आपसे  लिपटकर रहे हम , जिस बदन की खुशबु में हमारी सांस चलती है …”

 

દોસ્તો આ વર્ષે ફરીથી અમારા તૃતીય ગાભાવાલા પરિવાર સંમેલન નું ડાકોર ખાતે સંચાલન કરવાનો અવસર મળ્યો.  ગાભાવાલા પરિવાર ની હુંફ અને પ્રેમ એ જ મારા અસ્તિત્વનું કારણ છે .. તો તેના સંચાલન માટે નિર્મિત પક્તિઓ આ મારા બ્લોગ પર મુકતા આનંદ અનુભવું છું.

  • સન્માન પત્ર (ગાભાવાલા પરિવારના દ્વિતિય હરોળના વડીલો .. ૬૫ થી ૭૦ વર્ષ માટે )

“વરસોના વહાણા વાય છે, ફક્ત સફળતાની ગાથા અહીં ગવાય છે,

ચમકી ઉઠે જેનાથી કિસ્મત, પરિવારનો સિતારો તે ગણાય  છે.

અંજન બની જાય છે જે પરિવારની આંખોનું , ગૌરવ ગાભાવાલાનું તેને કહેવાય છે ”

આપ ગાભાવાલા પરિવારની એવી વ્યક્તિ છો, જે પરિવારને આગળ લઇ જવા સક્ષમ છો. સન્માન માટે આપની પસંદગી અમોને આપની ગાભાવાલા  પરિવારના મોભી હોવાની ખાતરી કરાવે છે . કોઈ પણ સમાજ કે પરિવાર હોય , તેને આગળ લઇ જવા માટે દ્વિતિય હરોળનું હોવું આવશ્યક છે. કારણ કે પ્રથમ હરોળ જયારે માર્ગદર્શન આપવા અસમર્થ બને ત્યારે પરિવારને આગળ લઇ જવાની જવાબદારી દ્વિતિય હરોળની હોય છે. આપશ્રી ગાભાવાલા પરિવારના યંગસ્ટર્સ અને પ્રથમ હરોળના મોભીઓ વચ્ચે કડીરૂપ છો. અત્યારની પેઢી ગમે તેટલે મોર્ડન હોય પરંતુ તે રૂઢિગત  પ્રણાલીઓને અનુસરે તે ઇચ્છનીય છે . આપ જે રીતે પ્રથમ જનરેશન ને અનુસરો છો તેમ હાલની જનરેશન આપને અનુસરી રહે તેવું દર્શનીય ઉદાહરણ આપે રજુ કર્યું છે.

આપ સમાજ માં ગાભાવાલા પરિવારના ઓજસ રૂપ છો. આપના વ્યવહારમાં છલકતા ગાભાવાલા પરિવારના ખમીરને અમો બિરદાવીએ છીએ. પરિવારના મોભી તરીકે મુત્સદીગીરીથી કામ કરવાની આપની પ્રણાલી વખાણવા લાયક છે. સમાજમાં મોભાદાર વ્યક્તિનું ગૌરવ ત્યારે જ વધે છે જયારે તેને ખુદ તેને પરિવાર દ્વારા સન્માન મળે છે. અમોને ખુશી છે કે આપ ગાભાવાલા પરિવારનું એવું ફરજંદ છો જેનું સન્માન કરીને ખુદ ગાભાવાલા પરિવાર ધન્યતા અનુભવે છે. આપશ્રી ગાભાવાલા પરિવારના મોભી તરીકે પરિવારને ઉત્તરોત્તર પ્રગતિના પંથે લઇ જશે એવી આશા રાખીએ છીએ ….. અસ્તુ .. જય શ્રી કૃષ્ણ …

  • વસ્તુ તેના સમૂહ માં રહે છે અને લાંબા સમયે તેની કિંમત ખતમ થાય છે અને કહેવાય છે… ભંગાર …!!! જયારે વ્યક્તિ તેના સમૂહ માં રહે છે અને લાંબા સમયે તેની કિંમત અને માન પાન વધતા જાય છે અને તે સમૂહ ને કહેવાય … પરિવાર ..
  • જીવનભર બની રહે તેવો સાથ થઇ જાઉં , સદા સૌ યાદ કરે તેવી વાત થઇ જાઉં ..

વરસતી આ સ્નેહની વાદલડી માં ..         મીઠી બની રહે તેવી  મુલાકાત થઇ જાઉં”

  • ગાભાવાલાને એક વાક્ય માં વ્યાખ્યાન્વિત કરવા હોય તો …“જેમને કોઈ પણ બાબત ની સર્જનાત્મકતા વિષે જેને સભાનપણે પ્રયત્ન ન કરવો પડે તેનું નામ ગાભાવાલા(દરેક બાબતોમાં જેની ચાંચ ડૂબે…..)”
  • દોસ્તો  મધ મીઠો આવકાર  એ પરોણા ની શરૂઆત છે થોડોક અધિકાર ભરેલો આગ્રહ એ પરોણાનો  હાર્દ છે અને લાગણી ભરેલો આભાર એ મીઠા પરોણાને લાગેલા  ચાર ચાંદ છે

અને કહેવાય છે ને કે

“હાલ ને સખી સવેળા પહોચી જઈએ . . મીઠી મહેમાનગતિ માણી ઘરની કોર થઈએ,

વહાલ અને લાગણી ભરી વાતો કરીને .. ફરી પાછા અજનબી થઇએ …

હાલ ને સખી સવેળા પહોચી જઈએ ..”

  • સંગાથ આપણા પરિવાર નો મદહોશ કરાવી  જાય છે,

         હુંફ અને લાગણી નો મિલાપ  કરાવી જાય છે

         જો સાથ મળે  સ્વજન નો  ક્ષણભર પણ

         અહેસાસ તેમના મિલનનો, મીઠી યાદ અપાવી જાય છે