” વેદના “

 

આજે સવારે પપ્પાએ કહ્યું કે .. “બેટા તારા પુત્ર ને ગ્રેટ ગોલ્ડન સર્કસ જોવા લઇ જજો..”

એક દર્દભરી શૂળ ભોંકાઈ કાળજામાં .. અને પુત્ર સામે જોવાઈ ગયું.

આંખમાંથી બહાર નીકળવા માંગતું આંસુ રોકાઈ ગયું..

દીવસ ના અજવાળા માં હાથ આગળ કરીને ખાંખાખોળા કરતા પુત્ર ને જોઈને

 કૈક એવું યાદ આવી ગયું..

સાંજના સમયે ગામમાં આવેલા ફનફેર માં .. ચારે બાજુ આનંદ અને મારી આંગળી પકડેલો મારો બેટો

નોટોની થોકડી મારા ઘજવામાં.. અને લઇ ચાલ્યો રાઈડસ ની તરફ ,

 બીજા માટે તે ફનફેર .. અને મારા ફન માં ઘણો ફેર …

ઘણા બધા બાળકો પોતાની જાતે હરતા ફરતા.. રાઈડ્સ જોઈને કેટલો આનંદ કરતા..

હશે.. જેવા નસીબ. . ટીકીટ લઈને પુત્ર માટે ..રાઈડસ ની .. વધ્યો આગળ હું..

પાછળથી આવાજ આવ્યો.. ” પપ્પા આ રાઈડ્સ કઈ છે? તેનો કલર કેવો છે? કઈ રીતે બેસવાનું?”

બેચેન બનીને જવાબ આપવા ગયો.. .. ફરીથી આંખનું આંસુ ગાલ પર આવી ગયું..

આસપાસ નજર કરી.. જોયા ગરીબ બાળકો.. રાઈડ્સ જોતા હતા.. પણ બેસી શકતા નહિ..

વાહ રે કુદરત.. તારી કારીગરી…

“મારી પાસે પૈસો .. તો આનંદ નહિ…….. અને પેલા પાસે આનંદ તો પૈસો નહિ……”

પુત્રની આંખ આગળ ઘોર અંધકાર .. અને બીજાની સામે સંપૂર્ણ ઉજાસ..

અચાનક.. પત્નીનો આવાજ..” ચાલો હવે. . મોડું થાય છે.. ઓફિસે જવાનું નથી?”

અંદરથી માંહ્યલો બોલ્યો… ” ઓફિસે જવાનું પણ કશું કરવાનું નથી…

પૈસો ઘણો કમાઈશું પણ… કશું વળવાનું નથી..

પ્રભુની એવી ગોઠવણ છે કે.. પૈસા આપતા દ્રષ્ટિ મળવાની નથી..”

કમાયેલા પૈસા .. વાપરીને પણ આનંદ થતો નથી…

પુત્ર માટે કંઇક લાવું તો તે જોઈ શકતો નથી…

પુત્રને ઓછુ નાં આવે એટલે પુત્રીને સારું બતાવી શકતો નથી….

મોંઘામાં મોઘી લેપટોપ ગેમ…લાવ્યો છુ. .. પણ પુત્રીને  આપી શકતો નથી…

ડર છે .. કે તેના રમવાના આનંદ અનુભવતો પુત્ર .. તેનો સ્ક્રીન પણ જોઈ શકતો નથી ..

આમ પણ . .. તેના અવાજ થી.. તે પૂછશે ..તો કહીશ શું?

આમ જ આખી જીન્દગી આ રીતે રહીશ……તું..

યાદ આવી ગઈ રમકડાની એ ઢગલી.. .. માંડવાનો તું હતો પાપા પગલી…

ઘરમાં તારા આવતા પહેલા જ , લાવી દીધા હતા તે રમકડા..

શું ખબર હતી કે.. તે નહિ હોય તારા  સઘળા ..

તું આવ્યો દવાખાનેથી…. પણ શરુ થયા પાછા આંટા ફેરા

ઘરથી.. હોસ્પિટલ ને હોસ્પિટલથી ઘર…. કેરા

હૈયું વલોવાતું મારું.. .. જયારે ડોક્ટર નાખે નીડલ તારે હાથ

પકડવાનો તે જ હાથ મારે….. નીકળે નહિ નીડલ કાજ

નીડલ તારા હાથમાં નહિ .. કાળજામાં મારા ભોંકાય..

બતાવો તમે મને. .. આને સુખ કહેવાય  કે ..દુ:ખ કહેવાય?

“જોયા હશે ઘણા સુખી લોકો તમે સૌએ..આવો લાચાર દીઠો ?
જોઈ હશે તમે દારૂણ ગરીબી…….. કોઈએ આવો ગરીબ દીઠો ?…”

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s