આ કાંઇક ભોકાયુ છે… દિલમાં..

Posted: એપ્રિલ 8, 2010 in આઝાદી
ટૅગ્સ:

 

પડોશમાં થી મારા દીકરા અને દીકરીને રમાડવા માટે પોપટ લાવ્યા છે. જે પીંજરામાં છે. નાનો હતો ત્યાર થી પીંજરામાં જ છે તે પોપટ…

 પાણી માટે નાની વાટકી.. ખાવા માટે મરચું.. .. બધા છોકરાઓ તેને રમાડ્યા કરે…. વખતો વખત તેને ખોરાક પણ મળી જ રહે છે.. પોપટ ને બીજું શું જોઈએ??

રહેવા માટે છે  ૧૨” ના વ્યાસની બનેલી જગ્યા ..

આખું આયખું આ પોપટ અહીં પૂર્ણ કરશે.

ખાવા માટે પકવાન બધા અહીં મળશે … પણ પોતાની પસંદગી પ્રમાણે ખાવા ન મળે તો શું કરવાનું?

૧૨” વ્યાસનું ઔર ૩ ફૂટ ઊંચાઇનું સોનાનું પીંજરું હોય તો પણ… પોતાની આઝાદી પ્રમાણે ઉડવાનું ન મળે તો શું કરવાનું?

ઘરના બધા સભ્યો રમાડે છે… પણ  સ્વજાતિના  સ્વજનો સાથે થોડી વાર  પણ મહેફિલ માણી નથી  .. આવા આયખાને શું કરવાનું?

જે પડોશી પાસેથી લાવ્યા હતા . તેને પોપટનું પીંજરું પરત કરતા મારી વેદના કહી..” દોસ્ત , બની શકે તો આ મૂક પ્રાણીને આઝાદ કરી દે..”

અને બસ તેણે મારો બોલ ઝીલીને , વાત ને સમજીને પીંજરું ખોલીને, પોપટ ને ઉડાડ્યો..

આ શું? પોપટ ઉડી શકતો જ નહોતો.. પાંખ ફફડાવે પણ થોડો ઉંચે ઉડે અને પછી નીચે બેસી જાય.. જાણે કહેવત ને સાર્થક કરતો હોય. . ” પાકા ઘડે કાંઠા ના ચડે.”

એની જાતે જ જેટલું આવડતું હતું , તેટલો ઉડીને મારા મિત્ર પાસે જ પરત આવી ગયો.. જાણે કહેતો હોય .. કે જોઈ લીધી મેં આઝાદી.. લો ફરીથી મને મારા પીંજરામાં પૂરી દો..

મિત્ર પણ ખુશ થતો થતો .. ગર્વથી મારી સામે જોઈને.. તે પાંજરું લઈને અંદર ગયો અને . .. ફરીથી પોપટ ને મરચું નાખીને .. પોતાના કામે વળગ્યો.

આ જોઈને કંઇક ભોંકાઈ શૂળ દિલ માં ..

“શા માટે લોકો મૂક પક્ષીઓ કે પ્રાણીઓને પીંજરામાં રાખતા હશે? શા માટે તેમનું જીવન લૂટતા હશે?

ગર્વ કરો ત્યારે ,  જયારે પક્ષી ઉડી જાય,આનંદ કરો જો તેમના જીવનની બેડી તૂટી જાય.

ફરતા ફરતા ચણે , ત્યારે જૂઓ કેવા આનંદ માં ડૂબી જાય

મળી જાય જો કોઈ ફેરિયો. પક્ષીને પાંજરામાં પુરીને વેચવા વાળો..

થવો જોઈએ ચચરાટ , હૈયામાં થોડું ડંખીને

હોય જે ત્રેવડ , ખરીદીને ઉડાડી મુકો તે પંખીને..”

મારી આપ સૌને એક જ “પ્રાર્થના ” છે.. ” જો આ પોસ્ટ ગમી હોય , કે પછી કંઇક દિલમાં લાગ્યું હોય તો ઉપરમાંથી કોઈ એક કામ કરજો.. જો પક્ષી ને પીંજરામાં રાખીને ઘરમાં સજાવ્યું હોય  તો તેને તાત્કાલિક સલામત રીતે ઉડાડી મૂકજો. તેને પરત લાવવામાં ગર્વ ન કરશો. “

Advertisements
ટિપ્પણીઓ
  1. વિવેક દોશી કહે છે:

    તમે કહ્યું કે પોપટ ઉડી શકતો જ નહોતો.. પાંખ ફફડાવે પણ થોડો ઉંચે ઉડે અને પછી નીચે બેસી જાય પણ જો આ પોપટને ફરી પિંજરામાં પુરવાની જગ્યાએ ઘરમાં કોઈ રૂમમાં તેને હાની ન પહોંચે તે રીતે રાખવામાં આવે તો થોડા દિવસમાં તે ઉડતા પણ શીખી જશે પણ તમારા પાડોશી મનથી તેને ઉડવા દેવા માગતા હોય તો..!

  2. વિવેક હું માંનું છું ત્યાં સુધી કોઈપણ વ્યક્તિ કોઈ પ્રાણી કે પક્ષીને એટલા માટે જ પીંજરામાં રાખતા હોય છે કારણકે. તેમને તેની આઝાદી પસંદ હોતી નથી. અને અંગત રીતે ફક્ત આ પક્ષી વિષે કહું તો .. તે પોપટ પીંજરામાં રહે તે જ સારું છે.

  3. […] This post was mentioned on Twitter by Neepra. Neepra said: neepra.com : આ કાંઇક ભોકાયુ છે દિલમાં.. –   પડોશમાં થી મારા દીકરા અને દીકરીને રમ http://ow.ly/1747Xw […]

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s