ગાભાવાલા પરિવાર સંમેલન નિમિત્તે રચાયેલી પંક્તિઓ

Posted: જાન્યુઆરી 15, 2015 in feelings
ટૅગ્સ:

દોસ્તો આ વર્ષે ફરીથી અમારા તૃતીય ગાભાવાલા પરિવાર સંમેલન નું ડાકોર ખાતે સંચાલન કરવાનો અવસર મળ્યો.  ગાભાવાલા પરિવાર ની હુંફ અને પ્રેમ એ જ મારા અસ્તિત્વનું કારણ છે .. તો તેના સંચાલન માટે નિર્મિત પક્તિઓ આ મારા બ્લોગ પર મુકતા આનંદ અનુભવું છું.

  • સન્માન પત્ર (ગાભાવાલા પરિવારના દ્વિતિય હરોળના વડીલો .. ૬૫ થી ૭૦ વર્ષ માટે )

“વરસોના વહાણા વાય છે, ફક્ત સફળતાની ગાથા અહીં ગવાય છે,

ચમકી ઉઠે જેનાથી કિસ્મત, પરિવારનો સિતારો તે ગણાય  છે.

અંજન બની જાય છે જે પરિવારની આંખોનું , ગૌરવ ગાભાવાલાનું તેને કહેવાય છે ”

આપ ગાભાવાલા પરિવારની એવી વ્યક્તિ છો, જે પરિવારને આગળ લઇ જવા સક્ષમ છો. સન્માન માટે આપની પસંદગી અમોને આપની ગાભાવાલા  પરિવારના મોભી હોવાની ખાતરી કરાવે છે . કોઈ પણ સમાજ કે પરિવાર હોય , તેને આગળ લઇ જવા માટે દ્વિતિય હરોળનું હોવું આવશ્યક છે. કારણ કે પ્રથમ હરોળ જયારે માર્ગદર્શન આપવા અસમર્થ બને ત્યારે પરિવારને આગળ લઇ જવાની જવાબદારી દ્વિતિય હરોળની હોય છે. આપશ્રી ગાભાવાલા પરિવારના યંગસ્ટર્સ અને પ્રથમ હરોળના મોભીઓ વચ્ચે કડીરૂપ છો. અત્યારની પેઢી ગમે તેટલે મોર્ડન હોય પરંતુ તે રૂઢિગત  પ્રણાલીઓને અનુસરે તે ઇચ્છનીય છે . આપ જે રીતે પ્રથમ જનરેશન ને અનુસરો છો તેમ હાલની જનરેશન આપને અનુસરી રહે તેવું દર્શનીય ઉદાહરણ આપે રજુ કર્યું છે.

આપ સમાજ માં ગાભાવાલા પરિવારના ઓજસ રૂપ છો. આપના વ્યવહારમાં છલકતા ગાભાવાલા પરિવારના ખમીરને અમો બિરદાવીએ છીએ. પરિવારના મોભી તરીકે મુત્સદીગીરીથી કામ કરવાની આપની પ્રણાલી વખાણવા લાયક છે. સમાજમાં મોભાદાર વ્યક્તિનું ગૌરવ ત્યારે જ વધે છે જયારે તેને ખુદ તેને પરિવાર દ્વારા સન્માન મળે છે. અમોને ખુશી છે કે આપ ગાભાવાલા પરિવારનું એવું ફરજંદ છો જેનું સન્માન કરીને ખુદ ગાભાવાલા પરિવાર ધન્યતા અનુભવે છે. આપશ્રી ગાભાવાલા પરિવારના મોભી તરીકે પરિવારને ઉત્તરોત્તર પ્રગતિના પંથે લઇ જશે એવી આશા રાખીએ છીએ ….. અસ્તુ .. જય શ્રી કૃષ્ણ …

  • વસ્તુ તેના સમૂહ માં રહે છે અને લાંબા સમયે તેની કિંમત ખતમ થાય છે અને કહેવાય છે… ભંગાર …!!! જયારે વ્યક્તિ તેના સમૂહ માં રહે છે અને લાંબા સમયે તેની કિંમત અને માન પાન વધતા જાય છે અને તે સમૂહ ને કહેવાય … પરિવાર ..
  • જીવનભર બની રહે તેવો સાથ થઇ જાઉં , સદા સૌ યાદ કરે તેવી વાત થઇ જાઉં ..

વરસતી આ સ્નેહની વાદલડી માં ..         મીઠી બની રહે તેવી  મુલાકાત થઇ જાઉં”

  • ગાભાવાલાને એક વાક્ય માં વ્યાખ્યાન્વિત કરવા હોય તો …“જેમને કોઈ પણ બાબત ની સર્જનાત્મકતા વિષે જેને સભાનપણે પ્રયત્ન ન કરવો પડે તેનું નામ ગાભાવાલા(દરેક બાબતોમાં જેની ચાંચ ડૂબે…..)”
  • દોસ્તો  મધ મીઠો આવકાર  એ પરોણા ની શરૂઆત છે થોડોક અધિકાર ભરેલો આગ્રહ એ પરોણાનો  હાર્દ છે અને લાગણી ભરેલો આભાર એ મીઠા પરોણાને લાગેલા  ચાર ચાંદ છે

અને કહેવાય છે ને કે

“હાલ ને સખી સવેળા પહોચી જઈએ . . મીઠી મહેમાનગતિ માણી ઘરની કોર થઈએ,

વહાલ અને લાગણી ભરી વાતો કરીને .. ફરી પાછા અજનબી થઇએ …

હાલ ને સખી સવેળા પહોચી જઈએ ..”

  • સંગાથ આપણા પરિવાર નો મદહોશ કરાવી  જાય છે,

         હુંફ અને લાગણી નો મિલાપ  કરાવી જાય છે

         જો સાથ મળે  સ્વજન નો  ક્ષણભર પણ

         અહેસાસ તેમના મિલનનો, મીઠી યાદ અપાવી જાય છે

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s