Archive for the ‘ખુમાર ભારતીયતાનો ..’ Category

 

આપને થશે કે આ કેવી વાત છે? સર ગારફીલ્ડ  સોબર્સ એમ કહે કે ” સચિન કરતા ગાવસ્કર મહાન છે ” તો તેમાં પછી ભારતનું આધિપત્ય સ્વીકારી લીધેલું છે .તો પછી ચર્ચા શા માટે છે? અને શા માટે વિના કારણ આ મહાન ખેલાડી માટે શંકા કરવામાં આવે છે?  પરંતુ આમાં દેખાય છે તેના કરતા વધારે ગુઢ રીતે વાત કરવામાં આવી છે. અને આ ગુઢ મર્મ આપણે ભારતીયો સમજી શકતા નથી એટલે જ વિદેશીઓ ના ગુલામ બનવું પડ્યું હતું. પરંતુ આઝાદ થયા પછી પરંતુ આપણે પોતાના મગજથી આવો ગુઢાર્થ સમજી શકીએ નહિ તે આપના માટે દયા ખાવા જેવી વાત છે..

ક્રિકેટ  એ ઇંગ્લેન્ડ માં શોધાયેલી રમત છે તેમ કહેવાય છે. અને ત્યાની ગોરી પ્રજા બીજા દેશો પર પોતાનું અધિપત્ય પુરવાર કરવા માટે પંકાયેલી છે. અને તેમ કરવા માટે પણ તેમને ક્રિકેટ જેવી જેન્ટલમેન ગેમનો ભરપુર ઉપયોગ કર્યો છે. પરંતુ ધીમે ધીમે તે રમત બીજા દેશો માં રમાવા લાગી અને કાળક્રમે આજે એવી પરિસ્થીતિ છે કે આજે ઇંગ્લેન્ડ કરતા બીજા દેશો વધારે પ્રભાવ સાથે આ રમત પર પોતાનું આધિપત્ય દર્શાવી રહ્યા છે. ખાસ કરીને ભારત. આપના દેશમાં ક્રિકેટ એ ધર્મ ગણાય છે. હોકી ભલે રાષ્ટ્રીય રમત છે પરંતુ સૌથી વધારે લોકપ્રિય રમત હોયતો તે ક્રિકેટ છે. ક્રિકેટરો અહીં ભગવાનની જેમ પૂજાય છે. ઇંગ્લેન્ડ પછી વેસ્ટઇન્ડીઝ .. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા,સાઉથ આફ્રિકા  અને હાલ માં ભારત . . આ રમત પર પોતાનું આધિપત્ય દર્શાવી રહ્યા છે. અને ભારત સિવાય ક્રિકેટ રમતા એશિયાના દેશો પણ વર્લ્ડ કપ જીતી ચુક્યા છે પણ ભારત પોતાનું અધિપત્ય સ્થાપવામાં સફળ રહ્યું છે. ગોરા દેશોની સાથે સાથે લાંબા સમય સુધી રાજ કરનાર વેસ્ટ ઇન્ડીઝ ના ખેલાડીઓ પણ પોતાનો પ્રભાવ ઓછો થયો છે તે જાણવા છતાં સ્વીકારવા તૈયાર નથી.

બ્રેડમેન નિર્વિવાદપણે મહાન ખેલાડી છે. પરંતુ તેના પછી યાદ કરવા જેવા ખેલાડીઓમાં ગાવસ્કર અને સચિન તેન્દુલકર જ્ છે તેમાં કોઈ શંકા નથી. પરંતુ આ વાત પહેલા નંબર વન બનેલા દેશો સ્વીકારી શકતા નથી. પહેલા ગાવસ્કર ની તુલના એલન બોર્ડર સાથે કરવામાં આવતી તો અત્યારે સચિન ની તુલના લારા અને રિકી પોન્ટિંગ સાથે કરવામાં આવે છે. બરાબર છે દરેક ખેલાડીની તુલના તેના સમકાલીનો સાથે કરવામાં આવે જ.. પરંતુ મિ.સોબર્સ … તમારે ગાવસ્કર સાથે સચિન તેન્ડુલકરની તુલના કરવાની શું જરૂર છે? ભારત માટે તો બંને સરખા આદરપાત્ર છે. અને કોને વધારે આદર મળશે તે તો સમય અને જનતા  જ બતાવશે.  પરંતુ મહેરબાની કરીને અમારી જનતા વચ્ચે ઘર્ષણ ઉભું કરવાનો પ્રયત્ન કરશો નહી. અમે તો તમને પણ મહાન માનીએ છીએ , આવું કરીને આપ આપનો પોતાનો આદર ઓછો કરશો નહિ. …

કેમ……??

જયારે ૧૯૯૨માં રામમંદિર વિવાદ થયો ત્યારે ભારતના હિન્દુઓ તથા મુસ્લીમો વચ્ચે મંદિર-મસ્જીદ વિવાદ જાગ્યો હતો.  પછી શું થયું તે તો ઇતિહાસ છે પરંતુ તેના પર એક ખુબ જ ફેમસ એવા ઈરાકના ભૂ.પુ.પ્રમુખ સદ્દામ હુસેન (કે જેઓ હાલ હયાત નથી) ની કોમેન્ટ જાણવા જેવી છે. તેમણે એક રીઢા રાજકારણીજે છાજે તે રીતે કહ્યું હતું કે “ભારતના મુસ્લિમોએ આ જગા પર હિન્દુઓને મંદિર બનાવવા દેવું જ્ જોઈએ.” બધા આશ્ચર્ય પામી ગયા . જયારે “કેમ” એવું પૂછવામાં આવ્યું ત્યારે તેમને કારણ આપ્યું કે ” જો તમે મંદિર નહિ બનાવવા દો તો બધા હિન્દુઓ એક થઈને તમારો સામનો કરશે. અને જો તમે તેમને મંદિર બનાવવા માટે જમીન આપી દેશો તો બધા હિન્દુઓ પોતપોતાના પંથ માટે મંદિર બનાવવા તે જગ્યા માટે અંદરો અંદર ઝગડશે.”

લાગે છે કે હવે આપ સમજી ગયા હશો… હા .. બરાબર છે… આ લોકો પોતાની ઈર્ષાનો ભોગ આપણી  જનતાને બનાવે છે. તેમને ખબર છે જો એક જ વ્યક્તિ ની ચર્ચા થશે તો તેમને આખા ભારત દેશનું સમર્થન મળશે. પરંતુ જો તેના બદલે બે વ્યક્તિ વિષે ચર્ચા કરીશું તો આ દેશમાં લોકો બે ભાગમાં વહેંચાઈ જશે. ( કારણકે ગાવસ્કર અને તેન્દુલકર બંને આદરપાત્ર છે અને પોતપોતાની ફેન ફોલોઈંગ  ધરાવે છે.)એટલે આ દેશમાં વિવાદો થશે અને તેથી જ કોઈ એક  વ્યક્તિ મહાન બની શકશે નહિ અને તેમના ખેલાડીઓનું આધિપત્ય સ્થપાશે.

ભાઈ તમારે ચર્ચા કરવી હોય તો તમારા દેશમાં સ્ટેટમેંટ આપોને કે અહી સોબર્સ કરતા લોઇડ કે પછી બ્રાયન લારા મહાન છે… !! અથવા એક કહો કે ઓસ્ટ્રેલિયામાં બ્રેડમેન પછી બોર્ડર કરતા સ્ટીવ વો , તેના કરતા પોન્ટિંગ મહાન છે….!!! અમોને કોઈ જ વાંધો નથી.

આપ એમ જણાવો છો કે તમારા સમયમાં ચેસ્ટ ગાર્ડસ , કે થાઈ પેડ કે પછી હેલ્મેટ વગર ખેલાડીઓ રમતા હતા. હા બરાબર છે. પરંતુ આ સમયે થોડીક સચિન તેન્દુલકર ની ફેવર કરવાનું મન થાય છે. અને સોબર્સ ને પૂછવાનું મન થાય છે( હા મને બરાબર ખબર છે કે હું એટલો નાનો બ્લોગર છું કે આ વાત સોબર્સ કે શું બીજા કોઈને પણ પહોચાડવા અસમર્થ છું)  કે શું તમે હેલ્મેટ કે ચેસ્ટ ગાર્ડસ કે કોઈપણ લેટેસ્ટ ગાર્ડસ પહેરીને ૯૩ સદી ફટકારી શક્યા હોત? ૩૦૦૦૦ રન કરી શક્યા હોત? સતત ૨૦ વર્ષ સુધી કોઈપણ વિવાદ વગર  ક્રિકેટ રમી શક્યા  હોત? સતત ૧૬૫ ટેસ્ટ કે ૪૫૦ વન ડે રમી શક્યા હોત? આટલી કોમ્પીટીશન ના જમાના માં ભારત કે કોઈપણ દેશના ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ ની ટીમ માં સતત ૨૦ વર્ષ આધિપત્ય સાથે રહેવું એ જ એક સિદ્ધિ છે. નહિ તો સચિન ના સમકાલીનો (ભારત અને દરેક દેશમાં પણ) આજે શોધ્યા જડતા નથી. અને સચિન તેના પછી ની ૩જી પેઢી સાથે ક્રિકેટ રમે છે.  નવા પ્લેયર્સ જે ૨૦ વર્ષ કરતા નાના હોય છે .  તેઓ જન્મ્યા પણ નહોતા ત્યારે સચિને રમવાનું શરુ કર્યું હતું. અને હજી પણ રમે છે..

મારે આ પોસ્ટ લખવાનું કારણ એક જ છે કે આપણે નીચેની વાતો ખાસ યાદ રાખવા જેવી છે…

  • હાલમાં ભારત ક્રિકેટ ક્ષેત્રે પોતાને સુપરપાવર સાબિત કરી ચૂક્યું છે..
  • હાલમાં આપનું ક્રિકેટ કંટ્રોલ બોર્ડ રીચેસ્ટ ક્રિકેટ કંટ્રોલ બોર્ડ છે…
  • ગાવસ્કર , કપિલદેવ અને સચીન તેન્દુલકર ત્રણેય આપના આદરપાત્ર ક્રિકેટર્સ છે.
  • ગાવસ્કર સૌથી પહેલો ટેસ્ટ ક્રિકેટમાં ૧૦૦૦૦ રન કરનાર ક્રિકેટર છે.
  • કપિલદેવ ફાસ્ટ બોલર તરીકે ભારતની એવી ફ્લેટ પીચ  કે જે સ્પીનર્સ માટે તૈયાર થતી હતી તેના પર સૌથી વધારે વિકેટ લેનાર બોલર હતો.
  • સચિન તેન્દુલકર ભારતનું ગૌરવ છે. જેને ટેસ્ટ અને વન ડે બંને માં મળીને ૯૩ સદીઓ ફટકારી છે ….. અને કુલ ૩૦૦૦૦ કરતા  વધારે રન  કરી ચુક્યો છે.  અને જેન્ટલમેન ક્રિકેટર તરીકે આઈ.સી.સી. સહીત પુરા વિશ્વના ક્રિકેટરો તેના તરફ માનથી જુવે છે.

તો આપણે બીજી કોઈ ચર્ચામાં નહિ પડતા …સચિન તેન્દુલકર તરફથી હાલમાં વન ડે માં ફટકારવામાં આવેલા ૨૦૦ રન …. કે જેને તેને કારકિર્દીમાં શિરમોર સ્થાને બેસાડી દીધો છે.. તેને યાદ કરતાં … કરતાં … વિરામ લઈએ..

Advertisements