Archive for the ‘દીકરીના મીઠા વહાલ…’ Category

દરેક વ્યક્તિ પિતા બન્યા પછી તેના વર્તન અને વ્યવહારમાં ફેરફાર અનુભવે છે.. ખાસ કરીને દીકરીના પિતા બન્યા પછી..દીકરી માત્ર. . ( કોઈની પણ હોય..) નાનપણથી જ સાજ અને શણગારમાં રુચિ ધરાવતી હોય છે. જે દુનિયાના દરેક બાપે અનુભવ્યું હશે.. તેનામાં જન્મતાની સાથે જ મમ્મીની જેમ તૈયાર થવાના હોંશ હોય છે.. કારણ કે મમ્મી તેની રોલ મોડેલ હોય છે. . નાની હોય તો પણ મમ્મીની મોટી માળા, લીપ્સ્ટીક, ઢીંગલી  .. પર્સ વગેરે નો ઉપયોગ કરીને મીઠી મીઠી હરકત કરીને બધાના મન મોહી લે છે.

ખાસ કરીને મહેંદી.. જોઈને તે પોતાની જાત ને રોકી શક્તિ નથી. અને તેના હાથ પર રચાવેલી મહેંદી.. તેની સુંદરતામાં ઔર વધારો કરે છે.. . મારી દીકરી ૪ વર્ષની ઉંમર ધરાવે છે.  અને તેનું આ બીજું ગૌરીવ્રત છે.. જે  તેની સમજણ પ્રમાણે પહેલું ગૌરીવ્રત  હોવાથી . ખૂબ જ હોશ સાથે તેને પોતાના હાથોમાં મહેંદી મૂકાવી છે… . અને ખરેખર મારા પુલકિત …..અને ગદ ગદ હૈયા સાથે .. આ યાદગાર ક્ષણ ને ઔર યાદગાર બનાવવા ..તેને કેમેરામાં કંડારી છે.. . અને આજથી શરુ થતા ગૌરીવ્રત ના પ્રથમ દિવસની અત્યારે સાંજ છે.. . અને તે તેરી મમ્મી અને ભાઈ સાથે .. ઉમરેઠના રેલ્વે સ્ટેશન પર ફરવા ગઈ છે .. જ્યાં અમારું આખું ગામ ભેગુ થાય છે…તેની આ મીઠી મીઠી યાદ  ને ઔર યાદગાર બનાવતા આ ફોટા જોઈને  .. .. . આશા રાખું છુ કે . આપ પણ મારી જેમ..પોતાની દીકરીને ગૌરીવ્રત કરતા જોઈને આનંદ પામશો…

પ્રથમ ગૌરીવ્રત્ત નીમીત્તે હાથની શોભા વાધારતી મહેંદી..

નાનકડા હાથો માં શોભતી પ્રથમ ગૌરીવ્રત્તની મહેંદી

નાનકડા હાથોમાં રચાયેલી મહેંદી પણ .. . તેના જેવી જ પ્યારી લાગે છે..

વહાલી દીકરીના ..વહાલા વહાલા.. .હાથ..

કહેવાય છે કે દીકરી તેના પિતાની સૌથી નજીક હોય છે.. અને તેના પિતાને સારી રીતે તે જ સમજી શકે છે.. પ્રાર્થના બ્લોગ પર થી પ્રભુ ને પ્રાર્થના .. ફક્ત એટલી જ .. કે સદાય .. દીકરીનું વહાલ .વરસતુ રહે અને .. તેમાં દરેક પિતાનું હૈયું ભીંજાતું રહે…

Advertisements