Archive for the ‘ધર્મ અને વિકાસ ..’ Category

 

હજી તો ફક્ત ગત પોસ્ટ માં ફક્ત વાત જ કરી છે , અને ખરેખર તેના બીજા દિવસ થી જ પેપર માં સમાચાર આવી ગયા કે

“યુરોપ માં આઈસબર્ગ આઈલેન્ડ માં જ્વાળામુખી ફાટ્યો…  તેના પરિણામ સ્વરૂપે આકાશમાં રાખના વાદળો બની ગયા.. પુરા વાતાવરણ માં રાખ પથરાઈ ગઈ..”

આજથી લગભગ ૫ દિવસ પર આવેલા સમાચાર લગભગ દરરોજ દરેક પેપર ના ફ્રન્ટ પેજના સમાચારોમાં સ્થાન મેળવે છે. કારણકે . આ વાતાવરણમાં પથરાયેલી રાખના કારણે લગભગ દરરોજ સેંકડો ફ્લાઈટ્સ કેન્સલ થાય છે. અને તે  દિવસથી ફસાયેલા મુસાફરો હજી તેમના ઘરે પહોચી શક્ય નથી. અને આ લખાય છે ત્યાં સુધી લગભગ ૪૦૦૦૦ … હા ચાલીસ હજાર જેટલી ફ્લાઈટ્સ કેન્સલ થઇ છે. યુરોપના ૨૪ કરતા વધારે દેશોમાં વિમાની સેવાઓ ઠપ્પ થઇ ગયી છે. અને તજજ્ઞો કહે છે કે હજી પણ આ રાખના વાદળો ઘટ્ટ થશે. અને આ સદીની સૌથી વધારે આઘાતજનક ઘટના ૯/૧૧ કરતા પણ વધારે કટોકટીભરી પરિસ્થિતિ ત્યાં ઉભી થયેલી છે.

કોઈપણ દેશના વિકાસને અસર કરતુ પરિબળ પરિવહન છે. એટલે કે વાહનવ્યહાર. જેમાં વિમાની સેવાઓ મુખ્ય છે. કારણકે તે બહારના દેશો સાથે સંપર્ક સ્થાપે છે. અને તેનાથી સીધો વિકાસ થાય છે.

પરંતુ હવે લાગે છે કે … પ્રકૃતિ ને આપણો  વિકાસ ગમે છે પણ તેના માટે અપનાવવામાં આવેલ રસ્તાઓ પસંદ નથી. અને એટલે જ આટલી મોટી કટોકટી ભરી પરિસ્થિતિ ઉભી થઇ છે.  આપ સૌ જાણતા જ હશો , કે છેલ્લા ૨ વર્ષથી ..

  • એન્ટાર્કટિકા ખંડ કે જ્યાં બારે માસ બરફ છવાયેલો હોય છે .. ત્યાં લીલી ઘાસ ઉગવાની શરૂઆત થઇ છે..
  • અને દુબઈ માં ધોધમાર વરસાદ પડવાની શરૂઆત થઇ છે.. જ્યાં પહેલા પાણીનો છાંટો પણ પડતો ન હતો.

કહેવાનો મતલબ એક જ છે.. કુદરત તેનો સંકેત જ આપે છે.. ફક્ત આપણે સમજી જવાનું છે.. આ પરિસ્થિતિ કુદરતે ઉભી કરી નથી.. પણ આપણી વિકાસ તરફની આંધળી દોડ ના કારણે આ બનેલું છે. કુદરતે આપેલા સંસાધનોનો શિસ્તબદ્ધ ઉપયોગ જ આપણને આવી કપરી પરીસ્થીમાં થી બચાવી શકશે.. અને હું તો આ બ્લોગ માં એક જ પ્રાર્થના કરીશ કે..

  • બને તેટલા વધુ વૃક્ષો વાવો. અને વૃક્ષોના ભોગે વિકાસ ન થવો જોઈએ.. ગત પોસ્ટ માં પણ લખ્યું હતું અને હજી પણ જવાનું છુ.. ” વૃક્ષો હવા શુદ્ધ કરવાનું કુદરતી મશીન છે.  . વરસાદ લાવવા માટે પણ જરૂરી છે.. અને તે જ ઇકો એન્વાયર્ન્મેન્ટ ના કોન્સેપ્ટ ને સિદ્ધ કરે છે. .
  • કુદરતની બીજી અનમોલ ભેટ છે પાણી.. પાણી આપતા કુદરતી સંપર્કો ને આપને ખતમ કરી રહ્યા છીએ. નદીઓ પૂરાઈ રહી છે. તળાવો પુરીને તેના પર માનવી રહેવા માટે ઘર બનાવે છે. અને અંતે પીવાનું પાણી જ્યાંથી મળે તે જગાઓ જ ખતમ થાય છે એટલું નહિ .પરંતુ જયારે કુદરત પાણી વરસાવે છે ત્યારે આ જગાઓમાં જ પાણી નો  સંગ્રહ થાય છે . પરંતુ હવે ત્યાં મકાનો બની ગયા છે એટલે તે પાણી કુદરતનું પોષક બનવાને બદલે નાશક બને છે. કારણ કે સાચી રીતે વણ સંગ્રહાયેલું પાણી પૂર સ્વરૂપે માનવી ને જ તારાજ કરે છે..

આં પ્રાર્થના બ્લોગ માં સૌને એક જ પ્રાર્થના..

કુદરત ના સંકેતને સમજીને ચાલીએ….વૃક્ષોના ભોગે વિકાસ ન કરીએ અને પાણીનો પણ ઉપયોગ સમજી વિચારીને કરીએ.. જેથી કુદરત ના આ મૂલ્યવાન ખજાનાને આપણે સાચવી શકીએ..

જય શ્રી કૃષ્ણ ..

Advertisements

આજે ખરેખર એક સુંદર વિષય મળી ગયો . જે સંપૂર્ણ આ બ્લોગ “પ્રાર્થના” ને અનુરૂપ છે. અને ખરેખર ઈશ્વરીય સંકેતના સ્વરૂપે છે. આમ તો શ્રીમદ ભાગવત ગીતા એ સર્વે માનવ જગત માટે છે.  પરંતુ માનવ તે પુસ્તકને વાંચવાની તસ્દી લેતો હોય તેમ લાગતું નથી. અને એટલે જ પ્રભુએ ભાગવત ગીતામાં આપેલા સંકેતો ને પારખવાની શક્તિ પણ આપને ગુમાવી બેઠા છીએ.

સાંપ્રત સમયની સળગતી સમસ્યાઓમાં જેનો સમાવેશ થાય તેવી એક સમસ્યા છે . પર્યાવરણની . ઈકો- એન્વાયર્મેન્ટ … અત્યારે ચારે તરફ પ્રગતિની વાતો થઇ રહી છે. ચારે તરફ રસ્તાઓ , નહેરો વગેરે ખોદાઈ રહ્યા છે. નવા નવા બાંધકામો થઇ રહ્યા છે. નવી નવી ટેકનોલોજી શોધાઈ રહી છે. મોબાઈલ તો જાણે જીવન જરૂરીયાત થઇ ગયો છે. નવા નવા વાહન વ્યવહારના સાધનો પણ જીવન જરૂરીયાત બની ગયા છે. લાઈટ પણ જીવન માં વણાઈ ગયી છે. લાગે છે કે અત્યારના માનવની ત્રણ મૂળભૂત જરૂરીયાત છે. મોબાઈલ, વીજળી અને સ્કૂટર કે ગાડી. . અને વાત પણ બરાબર છે , અત્યારની ફાસ્ટ લાઈફને અનૂકૂળ થવા માટે આ ત્રણ વસ્તુઓ જરૂરી છે. અને તો જ પ્રગતિ શક્ય બને છે.

પરંતુ આ જરૂરિયાતોને સંતોષવા માટે શું આપની મૂળભૂત (કુદરતી) જીવન જરૂરિયાત ની વસ્તુઓનો ભોગ લેવાઈ નથી રહ્યો? લાગે છે કે આપને આપની કુદરતી જીવન જરૂરીયાત ને ભૂલી ગયા છીએ.  તે છે… હવા, પાણી અને ખોરાક… અને અત્યારે આપની આ જરૂરીયાતોને પ્રદુષિત કરી રહ્યા છીએ.  આપની નવી ટેકનોલોજી પ્રમાણે બનેલા સાધનો હવાને , ફેક્ટરીઓ પાણીને અને. પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણમાં આપનો ખોરાક .. અભડાઈ ચૂક્યા છે. આપને તેમને શુદ્ધ રીતે મેળવવામાટે રીતસરના તલસી જઈએ તેવી હાલત છે. અને એટલે જ કદાચ કૂદરત અને ધરતી આપની પર રુઠેલી છે.

રહી રહી ને માનવ જાત જાગી છે. ગ્લોબલ વોર્મિંગ અને કૂલિંગ ને સમજી ને હવે સૌ હવા અને પાણીનું મહત્વ સમજ્યા છે. વિકાસ માટે પહેલા વૃક્ષોનું નિકંદન કાઢ્યું. સમજ્યા વગર નવા બાંધકામ માટે વચ્ચે આવતા વૃક્ષોને કાપી તેમનું ઉચ્છેદન કર્યું. પછી યાદ આવ્યું … ” અરે , આ વૃક્ષો તો હવાનું પ્રદુષણ દૂર કરવાની કૂદરતી વ્યવસ્થા છે. ( જેમ સૌ જાણે છે કે વૃક્ષો વાતાવરણનો કાર્બન ડાયોક્સાઈડ શોષીને શુદ્ધ ઓક્સિજન ઉત્પન કરે છે. પણ તે પછી થી યાદ આવ્યું. ) ” હવે ગ્લોબલ વોર્મિંગ ને બેલેન્સ કરવું હોય તો વૃક્ષો વાવો. વુક્ષો ફક્ત હવાને શુદ્ધ કરે છે તેમ જ નહિ , વરસાદને લાવવામાં પણ તે જ મોટો ભાગ ભજવે છે. આમ સમગ્ર માનવ જાત માટે વૃક્ષો લાભદાયી અને વરદાન છે.  અત્યારે લાંબા અને પહોળા રસ્તા બનાવીને વિકાસ કરવામાં આવે છે. પણ વૃક્ષોના ભોગે. અમદાવાદ -વડોદરા એક્ષપ્રેસ રોડ , ખૂબ સુંદર છે. સુવણઁ ચતુર્ભૂજ સ્વરૂપે આપના દેશનું ગૌરવ છે. હજારો માનવ કલાકોની બચત થાય છે. પણ કદી વિચાયું છે ખરું કે , કેટલા વૃક્ષો નું નિકંદન થયું?”  તે રોડ પર જો શિયાળામાં પણ પંચર પડે તો માણસ ગરમીમાં હેરાન થઇ જાય પછી ઉનાળામાં તો પૂછવું જ શું?  કારણકે રસ્તામાં કોઈ વૃક્ષ આવતું નથી. હવે બંને રોડની વચ્ચે વનસ્પતિના છોડ ઉગાડવામાં આવે છે. જે વૃક્ષોની ગરજ કદાપી સારી શકે નહિ.  અરે અમને પહેલા ગર્વ હતું કે અમે ભારતમાં સૌથી વધારે લીલોતરી ધરાવતા પ્રદેશ.. ” ચરોતર” માં રહીએ છીએ. પરંતુ અત્યારે તો અમારા પ્રદેશમાં પણ ઘણા વૃક્ષો કપાઈ ચુક્યા છે.

બસ.. આજ વાત છે. શ્રીમદ ભાગવત ગીતામાં પણ કહ્યું છે કે વૃક્ષો એ ધરતીની  જરૂરીયાત  છે. જો ધરતીને તેની જરૂરીયાત નહિ સંતોષાય તો તે આપણી  જરૂરીયાત કઈ રીતે સંતોષી શકશે ? અને પોતાની જરૂરીયાત નહિ સંતોષતા . ધરતી આપની પર રૂઠી  છે. આ ધરતીકંપો, કે પૂર વગેરે કુદરતી આફતો તેનું જ પરિણામ છે.

જોગાનું જોગ આજના દિવ્ય ભાસ્કરમાં એક એવી જ વાત વાંચવાની મળી. હાલમાં દિવ્ય ભાસ્કરમાં શ્રીમદ ભાગવત ગીતા નો મર્મ સમજવામાં આવે છે. અને તેમાં પણ રાજા પૃથુ અને ધરતી વચ્ચે સંવાદ ની  ચર્ચા કરવામાં આવી છે. ધરતીએ પણ તેમાં તે જ જણાવ્યું છે કે જો તેની જરૂરીયાત પૂર્ણ ના થાય તો તેનું પરિણામ શું આવી શકે?  જે નીચે મૂજબ છે. ..

“શ્રીમદ ભાગવત ગીતામાં પ્રભુના અવતારોની સમ્પૂર્ણ ચર્ચા કરેલ છે. જેમાં નૃસીમ્હાવતારમાં ધ્રુવ વિષે વર્ણન છે. જેની કથા લગભગ દરેક જણ જાણે જ છે. પરંતુ તેના કરતા વધારે .. તે આવતાની ચર્ચા બાદ ધ્રુવની આગળની પેઢી વિષે વર્ણન છે. જેમાં રાજા પૃથુ વિષે વાત આવે છે. રાજા પૃથુ માં સમયમાં લોકો રાજાને ફરિયાદ કરવા લાગ્યા કે ” રાજન , આ પૃથ્વી જે આપના તાબામાં  છે તે અમોને હેરાન પરેશાન કરી રહી છે. દરેક જાતના ખનીજ , અનાજ ઉપરાંત અનેક કુદરતી ભંડારો હોઈ . તે દરેક પોતાની અંદર સમાવીને બેઠી છે અને અમારી મહેનતના પરિણામ સ્વરૂપે અમને કઈ વળતર આપતી નથી. ખેતી કરીએ તો પણ કાંઈ નીપજતું નથી. .”

આ ફરિયાદ થી રાજા ગુસ્સે થયા અને પૃથ્વી સામે શાસ્ત્ર ઉગામીને તેને મારવા તૈયાર થયા..તે સમયે પૃથ્વી માનવ સ્વરૂપે રાજા સમક્ષ પ્રગટ થઇ અને રાજાનો ગુસ્સો જોઈને કરગરીને કહેવા લાગી. ” હે રાજન.. તમે મને મારવા તત્પર થયા છો. ધરતી હંમેશા રાજાની પુત્રી સ્વરૂપે હોય છે. તમારો ગુસ્સો જોઈને હું આપની શરણમાં આવીને ખાતરી આપું છુ કે હવેથી આપની પ્રજાને હેરાન નહિ કરું. પરંતુ હે રાજન , હું આપની પુત્રી સમાન છુ. આખી દુનિયાનું ભરણપોષણ હું જ કરું છુ. તો આપે કદાપી મારી પાસેથી એ જાણવા માંગ્યું છે કે હું આટલી બધી નિર્દય કેમ થઇ ગઈ? “

રાજા વિચાર કરવા લાગ્યા..તેમને લાગ્યું કે હા બરાબર છે . મેં પૃથ્વીનો  પક્ષ તો સાંભળ્યો જ નથી. પોતાની ભૂલ સમજતા તેમને પોતાના શસ્ત્રો મ્યાન કર્યા અને પૃથ્વીને પૂછ્યું..” હા ,તારી વાત સાચી છે . તું તારો પક્ષ રાખી શકે છે. “

પૃથ્વીએ પછી પોતાની વ્યથા જણાવી.  ” હે રાજન , આ સમગ્ર માનવ જાત મારો દુરુપયોગ કરી રહી છે. બ્રહ્માએ મારું સર્જન માનવજાતના પાલનપોષણ માટે કરેલું છે, પણ તે જ માનવજાત મારા માટે જરૂરી વસ્તુઓને ખતમ કરી રહી છે. મારા જીવન માટે જરૂરી તેવા વૃક્ષો  નું નિકંદન કાઢી રહી છે. પાણીને પ્રદુષિત કરી રહી છે. હવે તમે બતાઓ રાજન , જો કોઈ મારું રક્ષણ ના કરે તો હું ખુદ મારું રક્ષણ આ રીતે જ કરી શકું ને?”

પૃથુ રાજાને સાચે જ પોતાની ભૂલ નો એહસાસ થતા તે સમયે તેમણે પૃથ્વીને અભયવચન આપ્યું અને તેનું રક્ષણ કરવાની ખાતરી આપી. અને તેના પરિણામ સ્વરૂપે પૃથ્વી તરફથી પણ તેમની પ્રજાને પૂરતું કુદરતી વળતર મળવા લાગતાં  તેમની પ્રજા પણ સુખ સમૃદ્ધીને વરી.”

રાજા પૃથુ સાત્વિક અને દૈવી પુરુષ હતો એટલે ધરતીને અભયવચન આપી શક્યો. પરંતુ સાંપ્રત સમયમાં આવો રાજા કઈ રીતે મળી શકે? ધરતી તો એમ જ કહે છે કે ” હું તો રાજા માત્રની પુત્રી છુ..” પણ ધરતીને પુત્રી તરીકે પાલવી શકે તે સ્તરનો રાજા હાલમાં મળવો અશક્ય છે. અને કદાચ એટલે જ . હાલ માં પૂરી માનવ જાત કુદરતી આફતોથી ત્રસ્ત છે.

અને જોગાનું જોગ.. આજ પેપરના ફ્રન્ટ  પેજ પર .. ચીન માં થયેલા ૭.૧ ના રિક્ટર સ્કેલના ભૂકંપના સમાચાર છે… શું આપને આ પ્રભુનો સંકેત નથી લાગતો?  લાગે છે કે પ્રભુ પણ હવે સમજી ગયા છે કે આ માનવને જો અખબાર દ્વારા સંકેત પાઠવીશું તો કદાચ તેના પર અસર થશે. .

સૌને “પ્રાર્થના” બ્લોગ તરફથી .. પ્રાર્થના..

” આ પૃથ્વી પર થનાર દરેક બાળકનો જન્મ એ સંકેત આપે છે કે હજી ભગવાનને માનવજાત પર શ્રદ્ધા છે.” તો દોસ્તો શું આપણે  પ્રભુના આ વિશ્વાસને સાચો ઠેરવી ન શકીએ? વિકાસ માટે ભલે વૃક્ષો કાપવા પડે . પરંતુ મને લાગે છે હાલ માં માનવ પાસે કૂદરત પાસે પહોચવાનો એક જ માર્ગ છે..વૃક્ષો વાવો.. . તો  દરેક વ્યક્તિ એક વૃક્ષ વાવે અને તેનું જાતન કરે..  . એ જ પ્રાર્થના સહ.. વિરામ લઉં છુ..

જય શ્રી કૃષ્ણ..