Archive for the ‘પ્રકૃતિ’ Category

” સમુદ્ર  શું કરે , જો  નદી તેની તરફ વહે છે…

પહાડોમાંથી   નીકળતી ધારા.. તેના માટે કહે છે…

નદીનું વહેંણ  .. નથી આ તો  જનકની  અશ્રુધારા  છે…

પર્વતને  છોડીને  તે  . . . મહાસાગરની બની રહે  છે…

અફાટ . અસ્ખલિત.. અસીમ.. દુર્ગમ.. કદાચ   અગમ્ય વસ્તુઓ માટે વાપરતા દરેક  વિશેષણો વાપરવા માં આવે તો પણ સમુદ્રની અગાધતા વિષે કઈ પણ કહેવું અઘરૂ છે.  પરમ કૃપાળુ પરમેશ્વર ની કૃપાથી આ વર્ષે જિંદગીની એક ઈચ્છા પૂર્ણ થઇ .. અને તે હતી. સમુદ્ર ના કિનારે રહેવાની.. નાનપણથી જ બીજા દરેક વ્યક્તિની જેમ સમુન્દ્રનું મને આકર્ષણ રહ્યું છે. પરંતુ દરેક વખતે ગોંવા, મુંબઈ, દમણ, તિથલ કે દીવ જેવી જગ્યાઓ ને જઈને ફક્ત બીચ પર થી દરિયા પર થોડી લટાર મારવાનું થતું.. પરંતુ જોગાનુજોગ .. દીવ ના ઘોઘમ્બા બીચ પર આવેલ એક રિસોર્ટ માં થોડા દિવસ માટે રહેવાનો સમય મળી ગયો… અને સાથે લાભ મળ્યો દરિયા ને. એકદમ નજીકથી જોવાનો.. સતત ૩ દિવસ અને ૨ રાત સુધી. વાહ.. શું સુંદર લહાવો હતો તે. .. દરિયો .. રત્નાકર…સાગર .. સમુદ્ર.. નામ તો ઘણા છે પરંતુ દરિયા નો પર્યાય એટલે … વિપુલતા અને ભરપૂરતા..

પૃથ્વી ના ત્રણ ભાગ પર પાણી આવેલું છે.. અને તે પણ સમુદ્ર સ્વરૂપે. . જેમાં વિપુલ પ્રમાણ માં પાણી છે.. . જીવન છે. . અને પૃથ્વી પર આવેલા કેટલાય તત્વો તેના અગાધ ઊંડાણ માં છે.. વિપુલ પ્રમાણ માં પાણી ધરાવતા સમુદ્ર માં જ જાણે કેટલું ઊંડાણ છે. જેને આપને ફક્ત શીલા કહીએ છીએ.. તે કદાચ સમુન્દ્ર ના ઊંડાણ માં પર્વત સ્વરૂપે હોઈ શકે છે. આપને હિમાયલ ને વિશ્વનો સૌથી ઉંચો પર્વત કહીએ છીએ.. પરંતુ  કોણ જાણે સમુન્દ્રની આ ગહેરાઈ માં કેટલાય હિમાલય જેટલા કે તેનાથી પણ મોટા અને ઉંચા પર્વતો હશે. ટાઈટેનિક જહાજ જેવા મોટા જહાજ સાથે .. હિમશીલા ની ટોચ ટકરાઈ અને તે જહાજ ના ફુરચે ફૂરચા ઉડાડતી દુનિયાની સૌથી મોટી હોનારત બની ગઈ.આવી  હિમશીલા કદાચ અંદરથી કેટલી મોટી (કદાચ કોઈ પર્વત હોઈ શકે?)  હશે તે કળવું મુશ્કેલ છે. પરંતુ એક વસ્તુ નક્કી છે કે આવા મોટા સમુદ્ર ને જોવામાં અનેરો આનંદ મળતો હોય છે. કદાચ તેની વિપુલતા અને ભરપૂરતા તેને દ્રશ્યમાન બનાવે છે. સવારના પહોરમાં જુઓ તો કોઈ રાજા જે આખા બ્રહ્માંડ ને નવજીવન આપવા માટે પોતાનામાંથી સુર્ય ઉત્પન્ન કરીને સહજ રીતે પોતાના કાર્યોમાં મગ્ન થઇ ગયો હોય  તેમ લાગે. અને આખો દિવસ પોતાનું રાજપાટ સંભાળ્યા પછી . કેટલાય જીવો ને જીવન અને જીવન જીવવાના તત્વો પુરા પડ્યા પછી તે જ સુર્યને સુંદર અલૌકિક દ્રશ્યો વચ્ચે પોતાનામાં સમાવી લેતો હોય તેમ લાગે. આ સમુદ્ર રાજા પોતાની વિપુલતા કે ભરપૂરતા નુ ગર્વ તો કરે જ છે.. પરંતુ હા તેનું અભિમાન કરતો  નથી. પોતાની મસ્તી માં જ રહીને સૃષ્ટિ ને ચલાવવાનું કાર્ય એકદમ સહજ રીતે કરે છે. આ સમુદ્ર માં જીવનના પાંચેય તત્વો સમાયેલા હોય છે.. જળ, જમીન. અગ્નિ વાયુ અને આકાશ…. સમુદ્ર તો ખુદ જળ સ્વરૂપે છે…તેના અગાધ ઊંડાણ માં પણ જમીન જ રહેલી છે…. તેના પેટાળમાં અગ્નિ (વડવાનલ) સ્વરૂપે રહેલો છે…સમુદ્ર પરથી વહેતો પવન એ જ પૃથ્વી પર આવીને . મનુષ્યોને જીવન જીવવા માટેનું એક સ્ત્રોત બને છે.. અને હા .  જીન્દગી ચલાવવા માટે મીઠા પાણીની જરૂર પડે છે.. જે આકાશ માંથી વરસાદ સ્વરૂપે મળે છે. અને તે મીઠા પાણી માટેના વાદળ પણ સમુદ્રના કારણે જ બને છે. જે જીવન અને આકાશ ની સુંદરતા વધારે છે..દરિયાની વિશાળતા એટલી બધી છે કે . સૌથી ઠંડા પ્રદેશોને તેનો એક છેડો અડકે છે.. અને બીજી તરફ સૌથી ગરમ પ્રદેશોની આસપાસ પણ તે પ્રસરેલો છે. અરે . સમુદ્ર ઉપરથી બંધાયેલા વાદળ વરસતા .ભરપુર બનીને વહેતી નદી .. લોકોને જીવન આપતા આપતા .. સમુદ્રમાં જ સમાઈ જાય છે…જીવનના દરેક પદાર્થ અને તત્વની અંતિમ ગતિ સમુદ્ર તરફ જ છે.. . તે કેહેવું અસ્થાને નહિ ગણાય.

આટલી અગાધતા , આટલી બધી વિપુલતા , વિશાળતા અને ભરપૂરતા હોવા છતાં.. સમુદ્રનો એક મુખ્ય ગુણ છે .. જે તેની સુંદરતામાં ઓર વધારો કરે છે. અંતે તે છે તેની મર્યાદા.. આપના શાસ્ત્રો અને સમાજ રચના અનુસાર ભરપૂરતા , વિપુલતા .. અને સુંદર વ્યક્તિ ના સૌન્દર્ય માં ઔર વધારો કરે તેવો એક ગુણ હોય તો તે છે.. મર્યાદા..દરેક વ્યક્તિમાં કોઈ ને કોઈ ખાસ ગુણ હોય છે.. કોઈ શક્તિશાળી હોય, કોઈ સુંદર હોય.. કોઈનું મન અને હૈયું સુંદર હોય. પરંતુ તેમની શક્તિનો ઉપયોગ મર્યાદામાં રહીને કરે તો તે ગુણ ઓર ખોલી ઉઠે છે .. જે સમુદ્ર ની બાબતમાં પણ સાચી ઠરે છે. . દરિયો ગમે તેટલો વિશાળ અને ભરપુર છે. કે પછી ભલે તે આખા વિશ્વને પોષે છે .. પરંતુ તે તો જ સુંદર લાગે છે જો તે તેની મર્યાદા માં રહે છે. ખરેખર તો એમ કહેવું જોઈએ કે તેના આ ગુણ જ તેને મર્યાદા માં રહેવા ની તાકાત આપે છે … છીછરાપણું હમેશા વ્યક્તિને મર્યાદા બહારની વર્તન કરવાની પ્રેરણા આપે છે. .. પરંતુ જે વ્યક્તિ ભરપુર અને વિશાળ હૃદય ની હોય તે છીછરાપણું કે આછકલાઈથી દુર રહે છે. કારણકે તેની પાસે બધું જ છે. . અને તેવું વ્યક્તિ પોતાની મર્યાદા તેના પુણ્ય પ્રકોપ સ્વરૂપે જ બહાર આવે છે.. તેમ દરિયો પોતાની મર્યાદા માં રહે છે ત્યાં સુધી સુંદર છે.. પરંતુ તેની મર્યાદા બહાર જાય અને એક ઈંચ પણ પાણી વધે તો લગભગ મોટાભાગની દુનિયા નાશ પામે.. આટલી બધી નદીઓ દરિયામાં પોતાનું પાણી ઠાલવતી હોવા છતાં દરિયો તેને પોતાનામાં સમાવી લે છે… બસ આ જ એક ગુણ તેને ઔર દ્રશ્યમાન બનાવી દે છે…

કોઈ વખત જીવન માં શક્ય બને તો દરિયા કીનારે થોડાક દિવસ વિતાવજો.. .   દરિયાના .. દર્શન કરીલેવા જેવા છે.  દરેક સમયે અલગ અલગ ભાસતો દરિયો.. ખરેખર જીવન માં ઘણું બધું શીખવાડી જાય છે  અને હા મારા અનુભવે જાણાવું છુ કે.. દરિયા ની સામે બેસી રહેશો …. તો કદાચ .. કલાકો ના કલાકો ઓછા પડશે.. પરંતુ શરત છે કે આપને ભરપૂરતા અને વિપુલતા.. . વિશાળતા અને ગહનતા ને માણવાણી સંપૂર્ણ સમજ હોવી જોઈએ .

Advertisements

 

” નેચર ઇઝ એ  સીગ્નેચર ઓફ ગોડ..”

પ્રકૃતિ એ ભગવાન નો ઓટોગ્રાફ છે..

આમ પણ ભગવાન ક્યાં પોતાના સર્જન ની નીચે પોતાનું નામ લખે છે? 

પરંતુ.. આ પ્રકૃતિની નજીક જવા માટે???

એક જ રસ્તો છે.. .. “વૃક્ષો..”

વૃક્ષો એ પ્રકૃતિની શોભામાં ઓર વધારો  કરે છે… ગમે તેવું પ્રાકૃતિક દ્રશ્ય વૃક્ષો વિના અધૂરું લાગશે..

તો…

” વૃક્ષો એ પ્રકૃતિની નજીક જવા માટે નો સૌથી સહેલો રસ્તો છે..”

એટલે કહી શકાય કે..

” જે વૃક્ષો વાવે , તે પ્રકૃતિની નજીક જઈને. કુદરતનો ઓટોગ્રાફ મેળવવા માટે હકદાર બને છે..”

તો .

આપ સૌને “પ્રાર્થના” બ્લોગની “પ્રાર્થના..”

“વૃક્ષો વાવો…..અને પ્રકૃતિની નજીક જઈને .. કુદરતનો ઓટોગ્રાફ મેળવો..”