દોસ્તો આજે ફરી હું જે સંસ્થા માં સક્રિય છું તેમાં મને સમારંભ ના સંચાલનની તક મળી. અને જે રીતે આજે બધા એ મને એપ્રીશીયેટ કર્યો તે પરથી લાગે છે કે ખુબ સુંદર રીતે સંચાલન થયું અને મને પણ સંચાલન કરવાનો આનંદ આવ્યો. ખાસ કરીને રોટરી ના વર્ષ ૨૦૧૪-૧૫ ના ડી જી આશિષ અજમેરાએ સમાંરભ પૂર્ણ થતા જ મારી પાસે આવી ને મને અભિનંદન આપ્યા તે મારા માટે બેસ્ટ કોમ્પ્લીમેન્ટસ હતા .

આ નિમિત્તે રચાયેલ પંક્તિઓ આ બ્લોગ પર રજુ  કરું છું…

” આપના આગમન ની ઊર્મિ એવી વર્તાય છે , કે બંધ આંખ માં  સ્વપ્ન રોકાઈ જાય છે ”

સરી ન જાય આ સ્વપ્ન અશ્રુધારા સાથે , એ થી જ શબ્દો આપનું સ્વાગત કરી જાય છે .”

 

” બીતે રોજ હમ એસા કામ કર ગયે , બેગાને થે પર અપની વો શામ કર ગયે …

ભીગી બાતો સે લીપ્ટી હુઈ રાતે થી વો, પર લોગ કહતે હૈ , હમ અપના નામ કર ગયે ”

 

“ Rotary is an  ambition when u become a member

            But it  turns into passion when u become a parmenant member…”

 

“ ધરતી બની મેં તરસી જોયુ છે ..વાદળ બની મેં વરસી જોયું છે

ચણવી છે મારે નાની એક ઈમારત ..કારણ, એ સ્વપ્ન  મેં સરસી જોયું છે ..”

 

“Rotary is everywhere,  when no one is there

it turns on its wheel to prove

there is always someone to care …”

 

Advertisements

 

ફરીથી એક વાર જે પરિવાર માં મારો ઉછેર થયો . . જેમની વચ્ચે રહીને મેં દુનિયા જોઈ .. તે પરિવાર ના દ્વિતિય સંમેલન ને તારીખ -૦૯-૦૩-૨૦૧૦, રવિવાર ના રોજ ઉમરેઠ નાસીક વાળા હોલ માં  હોસ્ટ કરવાનો મોકો મળ્યો.. તો તેની સ્ક્રીપ્ટ લખતી વખતે રચાયેલી પંક્તિઓ .. અત્રે રજુ કરું છું..

  • “પરિવાર એટલે જ્યાં શ્વાસ ની સાથે વિશ્વાસ હોય..

પરિવર્તન હોય પરંતુ સાથે સૌનું સુમેળ ભર્યું વર્તન હોય ..

મોટેરાઓનું માન  હોય પરંતુ નાનેરાઓનું સમ્માન હોય ..

દરેક ના જીવનનો અર્થ હોય જે સંયુક્ત રીતે સમર્થ હોય”

  • અખિયન મેં મેરો   ઐસો આનંદ સમાયો , કે આજ પૂરો પરિવાર મોરે ઘર આયો

આંખે ભર આયી અંસુઅન સે ઔર રો ઉઠે, કા સે કહે કૈસો આનંદ ઉર મેં સમાયો …

  • આનંદ ના ઉમંગે આપને વધાવીએ છીએ, કદીક દુર થી જોયા … આજ પાસ બોલાવીએ છીએ

આગમન આપનું છે બહુ જ લોભામણું , ચમનને કદીક શબ્દોથી તો કદીક ફૂલોથી મહેકાવીએ છીએ ..

  • આજ મનમાં ખુબ ઉલ્લાસ ભર્યો છે , સ્વજનો ના આગમને એવો અહેસાસ ભર્યો છે

આપનો આભાર કેમ કરી માનીએ કે ભાવનાઓ માં અમે શ્વાસ ભર્યો છે …

આજ રુદિય મેં મેરો આનંદ થયો , જૈસે નંદ ઔર જશોદા કે ઘર આનંદ ભયો
કોઈ બોલે ગોપાલ ને માખણ ખાયો , કોઈ બોલે કાન્હા ને રાધા કો સતાયો
હવાકી હર લહર મેં ઉલ્લાસ ભર્યો કી આજ મેરે ગિરિગોવર્ધન મેં પ્રાણ આયો….

અને આજે પ્.પુ. વલ્લભલાલજી મહારાજ્શ્રી ના હસ્તે ઉમરેઠ ના ગિરિગોવર્ધન ધામ ખાતે ઠાકુરજીના અલૌલિક સ્વરૂપની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી , અને ગીરીરાજ ની એ પ્રતિકૃતિ માં પ્રાણ ફૂંકાયો. આજથી ઉમરેઠ એ ગામ નહિ પરંતુ ધામ બન્યું. વલ્લભકુળ પરિવાર ની ચરણરજ થી ઉમરેઠ તો ધન્ય બન્યું જ છે. નાનીકામવન તરીકે વિખ્યાત ઉમરેઠમાં વૈષ્ણવો નો ઉલ્લાસ અને ઉત્સાહ અનેરો છે. અને આજે તે ઉલ્લાસ અને ઉત્સાહ આજે બેવડાયો છે. કારણ કે ઉમરેઠ ને આજરોજ નવી ઓળખ મળી છે. ગઈ કાલે ઠાકુરજીની શોભાયાત્રા માં સૌ ગ્રામજનોએ દાખવેલા ઉત્સાહ બાદ ઉમરેઠ ના ગીરીરાજધામ માં ગિરિરાજજી ઉપર ઠાકુરજી બિરાજ્ય હતા અને પ્.પુ ૧૦૮ શ્રીમદ વલ્લભલાલજી મહારાજશ્રી ના કરકમલો દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. પછી તેના દર્શન બાદ લોકો ધન્ય બની ગયા હતા કારણ કે સૌ ને ખબર છે કે પ્રાણ પ્રતિષ્ઠા બાદ તેના દર્શન નો ભાવ બદલાઈ જતો હોય છે. અને તેમાંથી સાક્ષાત પ્રભુજી પોતાની કૃપા વરસાવવાની શરૂઆત કરે છે.

પ્રાણ પ્રતિષ્ઠા બાદ , નીરાજન અને ત્યાર બાદ ગિરિરાજજી ને દૂધ અને કેસર સ્નાન કરાવવામાં આવ્યું હતું. જેનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. ગીરીરજ્ધામ વિષે વલ્લભલાલજી મહારાજશ્રીએ વચનામૃત કરતા જણાવ્યું કે તેના ૧૦૮ પ્રદક્ષિણા કરવાથી ગિરિરાજજી ના દર્શન જેટલું પુણ્ય મળશે. અને ભાવિક ભક્તજનો ભાવવિભોર બના હતા . સૌ કોઈ ગીરીરાજ ધારણ કી જય , વલ્લભકુળ પરીવારકી જય અને આજ કે આનંદ કી જય ના નારા લગાવતા પોતાના આનંદ ને વ્યક્ત કરતા હતા .

આજના આ દર્શન બાદ સાંજે કુનવારા ના દર્શન નો ભાવિક ભક્તો લાભ લેશે..

 

ક્વોટ  —  Posted: જાન્યુઆરી 6, 2014 in અવર્ગીકૃત

Chances are rare , that every one should aware..
lady luck will smile at u ,
once you will try and take care….

ક્વોટ  —  Posted: નવેમ્બર 21, 2013 in અવર્ગીકૃત

Posted: નવેમ્બર 11, 2013 in અવર્ગીકૃત
  •             ” અહેસાસ કરાવે છે આ  હથેળીની  પુષ્પ પાંદડી ,

                લાગે છે ,  આજે ચાંદ  અવતર્યો  છે  અમ આંગણે”

  • અગણિત બીછાવ્યા અમે પુષ્પો તમારી રાહ પર ,                                                                                                 ક્યારેક વસંત  બદલાઈ જાય  કોઈ અણધારી  વાત પર                                                                                             પાનખર આવે તો  ભાર અમે ઉપાડી લઈશું                                                                                                                હાથમાં લીધી પુષ્પમાળા એવી એક અનોખી ચાહ પર ..”